Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરપેલેસ દેરાસરનો વાર્ષિક મહોત્સવ

પેલેસ દેરાસરનો વાર્ષિક મહોત્સવ

- Advertisement -

જામનગર શહેરમાં ડીકેવી પાસે વિરલબાગની સામે, ગુરૂદત્તાત્રેય મંદિર પાસે આવેલ જૈન દર્શક ઉપાસક સંઘ (પેલેસ) દેરાસર તથા ઉપાશ્રય આવેલ છે. જે દેરાસરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ.પૂ. પન્યાસપ્રવર વજ્રસેનવિજય મ.સા., પ.પૂ. ઉપાધ્યાય ભગવંત તિર્થરત્નવિજય મ.સા., પ.પૂ. પન્યાસપ્રવર નયનરત્નવિજય મ.સા. આદિ ઠાણાની નિશ્રામાં બે દિવસની ઉજવણી અંતર્ગત બુધવારે સવારે 7:30 કલાકે મહારાજ સાહેબે વ્યાખ્યાન, સવારે 9 કલાકે 18 અભિષેક. ઉપરાંત ધ્વજાપૂજા સવારે 7 કલાકે શરુ કરાઇ હતી. ધ્વજાવિધિ બાદ ગુરૂભગવંતોએ ચતુર્વિઘ સંઘને મહામંગલકારી શાંતિ સંભાળવી હતી. ત્યારબાદ ઉપસ્થિત આરાધકોની નવકારશી (નાસ્તો) યોજાઇ હતી. ઉપરાંત રાત્રીના ભગવાનને અંગરચના કરાઇ હતી. જેનો બહોળી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો. આજે બીજા દિવસે 17 ભેદી પૂજા મહાવીર મંડળના બહેનોએ ભણાવેલ હતી તથા રાત્રીના ભગવાનને આંગીનો શણગાર કરવામાં આવશે. જેનો જૈન-જૈનેતરો બહોળી સંખ્યામાં દર્શનનો લાભ લેશે. વાર્ષિક મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે આ ઉત્સવનું ખાસ આકર્ષણ તમામ કાર્યક્રમોમાં બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જે આજના આધુનિક યુગમાં બાળકોને ધર્મ પ્રત્યેની લાગણી છે. તેવું ચિત્ર ઉપસી આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular