View this post on Instagram
જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલ ઇવાપાર્ક-1 વિસ્તારમાં ગઇકાલે બેફામ સ્પીડ પર કાર ચલાવી એક કાર ચાલકે મહિલાને હડફેટે લેતાં મહિલાને ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. મહિલા ઉપરાંત રસ્તા ઉપર રહેલા પાંચ જેટલા વાહનોને પણ કાર ચાલકે હડફેટઠે લીધા હતાં. આ બનાવને પગલે આ વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં અને કારચાલકને ઝડપી લઇ પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ કરાતા પોલીસ દોડી જઇ કાર ચાલકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.