આજે સવારના સમયે સુરતના સોનગઢના માંડલ નાકા પર અકસ્માત સર્જાયો હતો. જેમાં જાનૈયા ભરેલી બેકાબુ બસ સોનગઢના માંડલ ગામ પાસે આવેલા ટોલનાકા સાથે અથડાતા ટોલનાકા પર કામ કરતી મહિલા કર્મચારી સહીત 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના શોકિંગ સીસીટીવી સામે આવ્યા છે.
સોનગઢના માંડલ ગામ પાસે આવેલા ટોલનાકા પર સવારના 11 વાગ્યાના સમય આસપાસ શ્રી સમર્થ નામની ખાનગી ટ્રાવેલ્સની બેકાબુ બસ ટોલનાકા પર અથડાઈ હતી. મહારાષ્ટ્રના બુરહાનપુરથી જાન પરત ફરી રહી હતી એ દરમિયાન જાનૈયા ભરેલી બસનો અકસ્માત સર્જાતા ટોલનાકા પર બેઠેલ મહિલા કર્મચારી સહીત 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અને અમુક લોકો જીવ બચાવવા બસની બારી માંથી કુદ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા