જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક યુવકના પિતા બે દિવસ પૂર્વે મચ્છુ બેરાજા ગામે વાડીમાં ખેતીકામ કરતાં હતા તે દરમિયાન અચાનક બેભાન થઇ જતા જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા ડોકટરે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.
જામનગરના ગોકુલનગર, રાધેક્રિશ્ના મંદિરની સામે રહેતા દયાળજીભાઈ પદમાભાઈ ચૌહાણ (ઉ.વ.60) બે દિવસ પૂર્વે સવારના દશેક વાગ્યાના અરસામાં મચ્છુ બેરાજા ગામે ખેતીકામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક ભેભાન થઇ પડી જતા જીજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવતા ડોકટરે તપાસીને તેનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે મૃતકના દીકરા કૈલાશભાઈએ લાલપુરપોલીસ સ્ટેશનને જાણ કરી છે.