Monday, October 7, 2024
Homeરાજ્યરાજકોટમાં સીટી બસના કર્મચારીએ વૃદ્ધ રીક્ષાચાલકને ફડાકા માર્યા, જુઓ વિડીઓ

રાજકોટમાં સીટી બસના કર્મચારીએ વૃદ્ધ રીક્ષાચાલકને ફડાકા માર્યા, જુઓ વિડીઓ

ડ્રાઇવર અને કન્ડક્ટરને સસ્પેન્ડ કરાયા

- Advertisement -

રાજકોટમાં એસટી બસના કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે. જેનો વિડીઓ સામે આવ્યો છે. કાવાલડ રોડ પર સિટીબસ સાથે રિક્ષા અથડાઈ હતી અને બાદમાં એસટીના કર્મચારીઓએ વૃદ્ધ રીક્ષાચાલકને ફડાકો મારી દીધો હતો. મવડી તરફ જતી સિટી બસ અક્ષરમંદિર સામેના બસ સ્ટોપ પાસે ઉભી હતી તે દરમિયાન રીક્ષા માંથી મુસાફર ઉતર્યા હતા અને બસમાં ચઢ્યા હતા. આ બાબતે રિક્ષા ચાલકે કન્ડક્ટર સાથે માથાકુટ કરી હતી. આ મામલો બાદમાં મારામારી સુધી પહોંચ્યો હતો.

- Advertisement -

 

- Advertisement -

આ માથાકૂટમાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને સીટી બસના ડ્રાઇવર-કન્ડક્ટર અને અન્ય કર્મચારીઓ એકત્ર થયા હતા અને વૃદ્ધને મારફડાકો મારી દીધો હતો. રાજકોટના મ્યુનીસીપલ કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતું કે બસના ડ્રાઇવર અને કન્ડક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular