જામનગર શહેરમાં બુધવારે સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં એકાએક પ્રચંડ ધડાકાઓ સંભળાયા હતા અને શ્રેણીબદ્ધ ધડાકા સાંભળવા મળ્યા હતા. જેને લઇને ધરતી ધણધણી ઊઠી હતી.
ધડાકાની તીવ્રતા એવી હતી કે ધરતી ધ્રૂજવાની સાથે-સાથે રહેણાંક મકાનના બારી-બારણાં કાચ વગેરે ખખડાવ્યા હતા. જેથી કેટલાક લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. આ પ્રચંડ ધડાકા અંગે જિલ્લાના વહીવટી તંત્રની પૂછપરછ કરવામાં આવતાં તેઓએ એરફોર્સ વિભાગની ફાયરિંગની પ્રેક્ટિસ ચાલતી હોવાનું જણાવ્યું હતું, અને એરફોર્સ દ્વારા આજે સવારથી કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાહેર કરાતાં નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો.