Friday, March 29, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકાનું ગન કલ્ચર બેફામ, લુઇસવિલેમાં અંધાધૂંધ ગોળીબાર

અમેરિકાનું ગન કલ્ચર બેફામ, લુઇસવિલેમાં અંધાધૂંધ ગોળીબાર

- Advertisement -

અમેરિકામાં ફરી એકવાર અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. કેન્ટુકીના સૌથી મોટા શહેર લુઇસવિલેમાં એક બંદૂકધારીએ સોમવારે સવારે 8.30 વાગ્યે સ્થાનિક સમયાનુસાર એક બેંકમાં ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર લોકોના મોત થયા હતા. આ હુમલામાં નવ લોકો ઘાયલ પણ થયા છે.

- Advertisement -

લુઇસવિલે બેંકમાં એક 23 વર્ષીય વ્યક્તિએ રાઇફલ વડે ગોળીબાર કર્યો, જેમાં ગવર્નરના નજીકના મિત્ર સહિત ચાર લોકોના મોત થયાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે આરોપી પોતે પણ તે જ બેંકનો કર્મચારી હતો. પોલીસ ચીફ જેકલીન ગિવિન-વિલારોએલે હુમલાખોરની ઓળખ કોનર સ્ટર્જન તરીકે કરી હતી.

ઘાયલોમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. તેણે કહ્યું કે તે સ્પષ્ટ નથી કે હુમલાખોરે પોતાની જાતને મારી નાખી કે અધિકારીઓએ ગોળી મારી હતી. હમ્ફ્રેએ કહ્યું, “અમે માનીએ છીએ કે તે એકમાત્ર બંદૂકધારી હતો જે હુમલામાં સામેલ હતો અને બેંક સાથે તેના સંબંધો હતા. અમે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તે બેંક સાથે કયા સંબંધો ધરાવે છે, પરંતુ એવું લાગે છે કે તે ભૂતપૂર્વ કર્મચારી હતો.

- Advertisement -

લુઇસવિલે હોસ્પિટલના પ્રવક્તા હીથર ફાઉન્ટને એક ઈમેલમાં જણાવ્યું હતું કે ગોળીબારમાં બે પોલીસ અધિકારીઓ સહિત નવ લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. એક અધિકારીની હાલત ગંભીર છે અને ત્રણ દર્દીઓને રજા આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular