Saturday, April 20, 2024
Homeબિઝનેસઆવકવેરાનું 21-22નું સુધારેલું રિટર્ન 31મી ડિસેમ્બર સુધી ફાઇલ થઇ શકશે

આવકવેરાનું 21-22નું સુધારેલું રિટર્ન 31મી ડિસેમ્બર સુધી ફાઇલ થઇ શકશે

- Advertisement -

ઇન્કમટેક્સનું નાણાંકીય વર્ષ 2021-22 (આકારણી વર્ષ 2022-23) માટેનું જો કોઇ કરદાતાનું રિટર્ન ફાઇલ કરવાનું બાકી હોય તો તેના માટે હવે પાંચ જ દિવસ બાકી રહ્યા છે. જો 31મી ડિસેમ્બર સુધીમાં કરદાતા તેનું અગાઉના વર્ષનું બાકી રિટર્ન ફાઇલ ન કરે તો પેનલ્ટી લાગી શકે છે. જો કોઇ કરદાતાનું 2021-22 રિટર્ન ફાઇલ કર્યું હોય અને તેમાં કોઇ સુધારો કરવાનો હોય તો તેવા રિટર્ન પણ 31મી ડિસેમ્બર સુધીમાં ફાઇલ કરવા પડશે.

- Advertisement -

સીબીડીટી દ્વારા અગાઉ ના નાણાંકીય વર્ષ માટે આકારણી વર્ષમાં 12 માસનો સમય આપવામાં આવતો હતો પણ આ વર્ષથી 3 માસ ઘટાડીને હવે 9 માસની સમય મર્યાદા કરવામાં આવી છે. શહેરના કરવેરા સલાહકાર મનિષ બક્ષીએ જણાવ્યું હતુંકે, કોઇ કારણસર ગત વર્ષે રિટર્ન ફાઇલ ન કરનારાઓ અથવા તો ગત વર્ષે રિટર્ન ફાઇલ કર્યું હોય અને તેમાં સુધારો કરવાનો હોય તો 31મી ડિસેમ્બરની સમય મર્યાદા સુધીમાં ફાઇલ કરી દેવું જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular