Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયતમામ પ્રકારની લોન મોંઘી, RBIએ વધાર્યો વ્યાજદર

તમામ પ્રકારની લોન મોંઘી, RBIએ વધાર્યો વ્યાજદર

રેપો રેટ 6 .25 ટકાથી વધીને 6.50 ટકા થયો : હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા : મોંઘવારીના દરને 4 ટકા આસપાસ રાખવાનું લક્ષ્ય : 2024માં જીડીપીનું અનુમાન 6.5 ટકા

- Advertisement -

રિઝર્વ બેન્કના ગવર્નર શશીકાન્ત દાસાએ લોનધારકોના બોજમાં વધુ એક વખત વધારો કર્યો છે. મોનિટરી કમિટીની બેઠક બાદ આરબીઆઇ ગર્વનરે આજે રેપોરેટમાં 0.25 ટકાના વધારાની જાહેરાત કરી હતી. આ સાથે જ રેપોરેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો છે. આરબીઆઇએ સતત છઠ્ઠી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. પરિણામે તમામ પ્રકારની લોન મોંઘી થશે. સતત કરવામાં આવી રહેલાં વ્યાજદર વધારા પાછળનો આશય ફુગાવાને અંકુશમાં લેવાનો છે. આરબીઆઇનું લક્ષ્યાંક ફુગાવાને 4 ટકા આસપાસ લાવવાનું છે. આ ઉપરાંત રિઝર્વ બેન્ક ગર્વનરે પોતાની સ્પીચમાં વર્ષ 2024 માટે ભારતનો વિકાસદર 6.5 ટકા રહેવાનું અનુમાન વ્યકત કર્યુ છે.નાણાકીય વર્ષ 2022-23 માટે આરબીઆઈની છેલ્લી ક્રેડિટ પોલિસીના નિર્ણયોની આજે જાહેરાત થઈ હતી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે સવારે 10 વાગ્યે MPCની બેઠકના પરિણામો વિશે માહિતી આપી હતી અને તેમાં રેપોરેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. તેની સાથે જ હવે રેપોરેટ વધીને 6.25 ટકાથી 6.50 ટકાએ પહોંચી ગયો છે.
આ મામલે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ગ્લોબલ ઈકોનોમી અને મોંઘવારીના આંકડામાં થઇ રહેલા ઉતાર-ચઢાવ અર્થતંત્ર પર અસર કરી રહ્યા છે. ભારતીય અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે પણ ગ્લોબલ પડકારો હજુ આપણી સામે ઊભા છે અને તે અનુસાર જ નિર્ણયો કરવા પડે છે.

- Advertisement -

આરબીઆઈના ગવર્નરે કહ્યું કે, નાણાકીય વર્ષ 2023 માટે ભારતના GDPનો અનુમાન 7 ટકા રખાયો હતો. નાણાકીય વર્ષ 2023-24માં મોંઘવારીનો દર 4 ટકાના દાયરાથી ઉપર રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે રેપોરેટ વધારવા અંગે યોજાયેલી બેઠકમાં 6 સભ્યોમાંથી 4 સભ્યોએ તેની તરફેણમાં વોટિંગ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular