Thursday, April 18, 2024
Homeરાજ્યગુજરાતઅક્ષયકુમાર-માનુષી ચિલ્લર ફિલ્મ પ્રમોશન માટે સોમનાથ પહોંચ્યા

અક્ષયકુમાર-માનુષી ચિલ્લર ફિલ્મ પ્રમોશન માટે સોમનાથ પહોંચ્યા

સોમનાથ મંદિરમાં સોમેશ્વર મહાપુજનનો શુભારંભ કરાયો

- Advertisement -

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરમાં આવતા દર્શનાર્થીઓ તથા શ્રધળુઓ માટે સોમનાથ મંદિરમાં સોમેશ્વર મહાપૂજન પુજાવિધિનો શુભારંભ કરવામાં આવ્યો, હિન્દી ફિલ્મના પ્રસિધ્ધ અભિનેતા અક્ષય કુમાર પોતે પ્રથમ પુજા કરી સોમનાથ મંદિરમાં સોમેશ્વર મહાપૂજનનો લાભ લીધો. આ પુજન કરવા માટે શ્રધ્ધાળુઓ સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org પરથી ઓનલાઇન તેમજ મંદિરના પુજાવિધિ કાઉન્ટર પર ઓફલાઇન પણ પુજા નોંધાવી શકશે. હાલમાં આ પુજાના સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર ખાતે ત્રણ સ્લોટમાં આ પુજાનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં સવારે 8-00 કલાકે, સવારે 9-00 કલાકે, સવારે 10-00 કલાકે કુલ ત્રણ સ્લોટમાં દર કલાકે યજમાન પુજા કરી ધન્ય બની શકશે.

- Advertisement -

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમેશ્વર મહાપુજાના પુજનનો સંકલ્પ કરી, ગણપતિ ધ્યાન કરી, કળશમાં વરૂણદેવ તથા સમસ્ત તીર્થોનું આવાહન કરી, ભગવાન સોમનાથ મહાદેવનુ ધ્યાન કરી, વિવિધ દ્રશ્યો જેવા કે દુધ, દહીં, ઘી, મધ,ખાંડ, ચંદન,અતર અને ભસ્મ વગેરેથી સ્નાન કરાવી, રૂદ્રશુક્તના 66 મંત્રો દ્વારા ભગવાનનો અભિષેક કરાવવામાં આવે છે, ત્યારબાદ ભગવાનને વસ્ત્ર, જનોઇ, ચંદન, ચોખા, ફુલ, ફુલહાર, બિલ્વપત્ર, અબીલ, ગુલાલ, ધુપ, દીપ, નેવૈદ્ય, મુખવાસ, નીરાજનમ, મંત્રપુષ્પાંજલી, પ્રદક્ષિણા અને પ્રાર્થના, આમ અનેક ઉપચારોથી પૂજા કરવામાં આવે છે.
સમ્રાઠ પૃથ્વીરાજ ફિલ્મ પ્રમોશન માટે અભિનેતા અક્ષય કુમાર, ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી અભિનેત્રી માનુસી ચીલ્લર સહિત સોમનાથ મંદિર ખાતે પહોચ્યા હતા. તેઓએ સોમેશ્વર મહાપુજનનો શુભારંભ કરવામાં આવેલ હતો.
આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો.જે ડી પરમાર, કોર્ડિનેટર ડો.યશોધરભાઇ ભટ્ટ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા તમામ મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular