Saturday, October 12, 2024
Homeરાજ્યગુજરાતઅમદાવાદના પ્રૌઢાને પૈસા માટે તેના ભાણેજે ધમકી આપી

અમદાવાદના પ્રૌઢાને પૈસા માટે તેના ભાણેજે ધમકી આપી

બે વર્ષ પહેલાં હાથ ઉછીની રકમની ઉઘરાણી કરતાં પ્રૌઢા અને તેની પુત્રીને પતાવી દેવાની ધમકી

- Advertisement -

અમદાવાદમાં રહેતાં પ્રૌઢાએ તેની મોટી બહેનને હાથ ઉછીની આપેલી રકમની માંગણી કરતાં આ રકમ માટે ભાણેજે રકમની માંગણી કરશો તો ‘તને અને તારી દિકરીને નાના નાના ટૂકડા કરી મારી નાખવાની ધમકી’ આપી હતી.

- Advertisement -

આ બનાવ અંગેની વિગત મુજબ અમદાવાદના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતાં મિનાબેન નામના પ્રૌઢાએ બે વર્ષ પૂર્વે કલ્યાણપુર તાલુકાના ધૂતારિયા ગામમાં રહેતાં પ્રૌઢાના મોટા બેન નાથીબેનને પૈસાની જરૂર હોવાથી હાથ ઉછીના પૈસા આપ્યા હતાં. જે પૈસાની ઉઘરાણી કરવા નાની બેન મીનાબેન અને તેની પુત્રી પુનમ નાથીબેનના ઘરે ગયા હતાં અને પૈસાની જરૂરિયાત હોવાથી પરત કરવા માંગણી કરી હતી. ત્યારબાદ આ પૈસાની માંગણી સંદર્ભે નાથીબેનના પુત્ર રામે તેના માસી મીનાબેને ફોન કરી ‘જો હવે રૂપિયા માંગ્યા છે તો તને અને તારી દિકરીને જાનથી મારી નાના-નાના ટુકડા કરી દઇશ’ તેવી ધમકી આપી હપશબ્દો કહ્યા હતાં. આ મામલે મીનાબેને પોલીસમાં જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular