જીવનજરૂરી વસ્તુમાં વધી રહેલા ભાવના લીધે જનતા મોંઘવારીના મારનો સામનો કરી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ પણ દરરોજ વધી રહ્યા છે. પરંતુ છેલ્લા 14 વર્ષથી દીવાસળીના ભાવમાં વધારો થયો નથી. મેચબોક્સની કિંમત 1રૂપિયો છે. પરંતુ 1ડીસેમ્બરથી દીવાસના બોક્સની કિંમત 2 રૂપિયા થઇ જશે.
બાકસ ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સર્વસંમતિથી મેચબોક્સની MRP 1લી ડિસેમ્બરથી 1 રૂપિયાથી વધારીને 2 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લી વખત મેચસ્ટિક્સની કિંમતમાં 2007માં સુધારો કરવામાં આવ્યો હતો. જ્યારે તેની કિંમત 50 પૈસાથી વધારીને 1 રૂપિયા કરવામાં આવી હતી. અને હવે 1રૂપિયાથી વધારીને 2રૂપિયા કરવામાં આવી છે.
નેશનલ સ્મોલ મેચબોક્સમેન્યુફેક્ચરર્સ એસોસિએશનના સેક્રેટરી વી.એસ. સેતુરાથીએ જણાવ્યું હતું કે ઉત્પાદકો 600 મેચબોક્સનું બંડલ (દરેક બોક્સમાં 50 મેચબોક્સ) 270 થી 300 રૂપિયામાં વેચી રહ્યા છે. અમે અમારા એકમોમાંથી વેચાણ કિંમત 60% વધારીને 430-480 રૂપિયા પ્રતિ બંડલ કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં 12% GST અને પરિવહન ખર્ચનો સમાવેશ થતો નથી. તમિલનાડુમાં 4લાખ લોકો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.
ઉદ્યોગના પ્રતિનિધિઓએ ભાવવધારા પાછળ કાચા માલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાને જવાબદાર ગણાવ્યા છે. બાકસ બનાવવા માટે 14 પ્રકારના કાચો માલની જરૂર પડે છે. એક કિલો લાલ ફોસ્ફરસ 425 રૂપિયાથી વધીને 810 રૂપિયા થયો છે. એ જ રીતે મીણનો ભાવ રૂ.58થી વધીને રૂ.80, આઉટર બોક્સ બોર્ડ રૂ.36થી રૂ.55 અને ઇનર બોક્સ બોર્ડ રૂ.32થી વધીને રૂ.58 થયો છે. પેપર, સ્પ્લિન્ટ, પોટેશિયમ ક્લોરેટ અને સલ્ફરના ભાવમાં પણ 10 ઓક્ટોબરથી વધારો થયો છે