Tuesday, May 12, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાંથી આઠ માસ પૂર્વેની લૂંટનો આરોપી ઝડપાયો

ખંભાળિયામાંથી આઠ માસ પૂર્વેની લૂંટનો આરોપી ઝડપાયો

શિરેશ્વર મેળામાં આઠ માસ પૂર્વે લૂંટ : એસ.ઓ.જી.ની ટીમએ વાય.કે.જી.એન. સોસાયટી પાસેથી દબોચ્યો

ખંભાળિયા શહેર નજીક થોડા સમય પૂર્વે થયેલી લૂંટના ગંભીર ગુનાનો નાસતો ફરતો આરોપી આખરે એસ.ઓ.જી. પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા નજીકના શક્તિનગર વિસ્તારમાં યોજાતા શિરેશ્વર લોકમેળામાં આજથી આશરે આઠ માસ પૂર્વે લૂંટ થવા અંગેનો ગુનો અહીંના પોલીસ મથકમાં નોંધાયો હતો. આ પ્રકરણમાં અહીંની શિવમ સોસાયટી, ખામનાથ મંદિર પાસે રહેતા ફેઝાન ઉર્ફે ડાડો હુસેન સિદુ મજગુલ (ઉ.વ.20) નામના મુસ્લિમ સીદી યુવાનનું નામ ખુલવા પામ્યું હતું.

લૂંટના ગંભીર ગુનામાં પોલીસ પકડથી દૂર રહીને નાસતા ફરતા આરોપી સંદર્ભે એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તથા પી.એસ.આઈ. ડી.એ. વાળાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા, વિજયસિંહ જાડેજા અને કૃષ્ણરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત શખ્સને અહીંની વાય.કે.જી.એન. સોસાયટી ખાતેથી ઝડપી લીધો હતો. ત્યાર બાદ તેની આગળની કાર્યવાહી અર્થે તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા પી.એસ.આઈ. ડી.એ. વાળા, એ.એસ.આઈ. વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, નિર્મલભાઈ આંબલીયા, વિજયસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ જાડેજા અને જગદીશભાઈ કરમુર દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular