Saturday, October 12, 2024
Homeરાજ્યહાલારસગીરા ઉપર સગા પિતા દ્વારા દુષ્કર્મના કેસમાં આરોપી પિતાને 10 વર્ષની સજા

સગીરા ઉપર સગા પિતા દ્વારા દુષ્કર્મના કેસમાં આરોપી પિતાને 10 વર્ષની સજા

રૂા.15000 નો દંડ ફટકારતી જામનગરની સ્પે. કોર્ટ : સાત વર્ષ પૂર્વેનો કાલાવડ તાલુકાનો ખડધોરાજીનો બનાવ

- Advertisement -

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે રહેતી સગીરા સાથે તેના સગા પિતા દ્વારા અવાર-નવાર દુષ્કર્મ આચર્યાના સાત વર્ષ પહેલાંના કેસમાં જામનગરની સ્પેશિયલ કોર્ટ દ્વારા આરોપી પિતાને તકસીરવાન ઠેરવી 10 વર્ષની જેલ સજા તથા રૂા.15000 નો દંડ ફટકાર્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે માં વગરની એક સગીરા તેના પિતા સાથે રહેતી હતી. સગીરાની દાદી ઘરની પછવાડેના ભાગમાં અલગથી રહેતા હતાં અને અવાર-નવાર સગીરા ઘરમાં કામકાજ કરતી હોય ત્યારે સગીરાના સગા બાપે સગીરાની એકલતાનો લાભ લઇ સગીરા સામે અવાર-નવાર નિવસ્ત્ર હાલતમાં આવી જતા અને સગીરાને પણ બળજબરીથી કપડા કઢાવી નાખવા ધાક ધમકી આપી અને એકથી વધુ વખત બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું અને આ વાત કોઇને ન કહેવા અને જો કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો જેથી સગીરા ભોગ બનનાર તેના બાપની ધમકીના કારણે કાંઈ બોલી શકતી નહીં અને મુંગા મોઢે બધુ સહન કરતી હતી.

અને આખરે સગીરાથી આવા કૃત્યો વધુ સહન ન થતા તેના ફઈ તથા દાદીમાંને સમગ્ર બનાવની હકીકતથી જાણ કરી હતી અને ભોગ બનનારે તેના કુટુંબી કાકા તેમજ મોટા બા તથા તેના ફઇને બનવાની વાત કરતા પોલીસ ફરિયાદ કરવાનું કહેતાં સગીરાએ સને 2017 માં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પોતાના સગા બાપ વિરૂધ્ધ ફરિયાદ આપી હતી. ત્યારબાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા આરોપી રાજા ભીખા બગડાની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી અને ભોગ બનનાર સગીરાની ઉમર 14 વર્ષની હોય આરોપી વિરૂધ્ધ પોકસો કલમ મુજબ તેમજ આઈપીસી કલમ 376, 323, 506(2) તેમજ પોકસો એકટ કલમ 4, 5(એલ) તેમજ (6) મુજબ ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. આ ગુનાનું ચાર્જશીટ તૈયાર કરી જામનગરની સ્પેશિયલ પોકસો કોર્ટમાં મોકલ્યો હતો. આ કેસ જામનગરની સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા જામનગરની સ્પેશિયલ પોકસો કોર્ટ દ્વારા આરોપીને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સખ્ત જેલની સજા અને રૂા.15000 નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની જેલ સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ભોગ બનનાર સગીરા, સરકાર તરફે જામનગરના સીનીયર મદદનીશ જિલ્લા સરકારી વકીલ મુકેશકુમાર પી. જાની રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular