જામનગર શહેરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતો અને મજૂરીકામ કરતાં યુવાને અગમ્યકારણોસર તેના ઘરે પતરાની આડસમાં દોરી ગડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં કાનાભાઇની મઢીની બાજુમાં રહેતો અને મજૂરીકામ કરતો મહેશભાઇ ખીમજીભાઇ પડાયા (ઉ.વ.32) નામના યુવાને ગુરુવારે બપોરના સમયે તેના ઘરે પતરાની આડસમાં અગમ્યકારણોસર દોરી બાંધીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના ભાઇ રાહુલ દ્વારા જાણ કરાતાં હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.