Thursday, April 18, 2024
Homeરાજ્યહાલારપીપર ગામમાં આર્થિક તંગીથી કંટાળી આદિવાસી ખેતમજૂરે દવા ગટગટાવી

પીપર ગામમાં આર્થિક તંગીથી કંટાળી આદિવાસી ખેતમજૂરે દવા ગટગટાવી

સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ : જીવાપરમાં શરદીમાં શ્વાસ ચડતા યુવતીનું મોત: પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

કાલાવડ તાલુકાના પીપર ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતા યુવાને પૈસાની તંગીના કારણે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના જીવાપર ગામમાં રહેતી યુવતીને ચાર દિવસથી શરદી થતા અચાનક શ્વાસ ઉપડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર બળી તાલુકાના દરકલી પટેલ ફળિયુ ગામના વતની અને કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતાં મહેતાબભાઈ માધુભાઈ કલેશ (ઉ.વ.35) નામનો આદિવાસી યુવાન ખેતમજૂરી કામ કરતો હતો પરંતુ છેલ્લાં થોડા સમયથી પૈસાની આર્થિક તંગીના કારણે ગુમસુમ રહેતો હતો અને આર્થિક તંગીનું મનમાં લાગી આવતા ગત તા.25 ડિસેમ્બરના રોજ સવારના સમયે તેના ખેતરે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન રવિવારે બપોરના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પત્ની શીલાબેન દ્વારા જાણ કરાતા હેકો જી.આઈ.જેઠવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના જીવાપર ગામમાં રહેતાં હસ્મિતાબેન ચેતનભાઈ નકુમ (ઉ.વ.25) નામની યુવતીને છેલ્લાં એક સપ્તાહથી શરદી થઈ હતી અને તે દરમિયાન એકાએક શ્વાસ ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું રવિવારે રાત્રિના મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે હિરેનભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular