જામનગર નજીક આવેલા સાંઢીયા પુલ પાસેથી પસાર થતા છકડા રીક્ષાને પાછળથી પૂરપાટ આવી રહેલી કારે ઠોકર મારતા રીક્ષા પલટી જતાં ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર નજીક બાયપાસ પાસે આવેલા સાંઢીયા પુલ પાસેથી પસાર થતા માલવાહક છકડા રીક્ષાને પાછળથી પૂરપાટ આવી રહેલી કારે ઠોકર મારતા છકડા ચાલકે રીક્ષા પરનો કાબુ ગુમાવી દેતા પલ્ટી ખાઈ ગઈ હતી અને રોડની સાઈડમાં સામાન વેરવિખેર થઈ ગયો હતો. કારની ઠોકર લાગતા અકસ્માતમાં છકડાચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત છકડાચાલકને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં બનાવની જાણ થતા પોલીસ હોસ્પિટલ અને સ્થળ પર પહોંચી જઇ નાશી ગયેલા કારચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.