Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ચોરાઉ બાઈક સાથે તસ્કર ઝડપાયો

જામનગર શહેરમાંથી ચોરાઉ બાઈક સાથે તસ્કર ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરમાંથી સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે મળેલી બાતમીના આધારે બાઈકચોરીનો ભેદ ઉકેલી તસ્કરને ચોરાઉ બાઇક સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઉ બાઇક સાથે તસ્કર પસાર થવાની હેકો જાવેદ વજગોળ, પો.કો. ખીમશી ડાંગર અને હોમદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ એ.આર.ચૌધરી, પીએસઆઈ વી એ પરમાર, હેકો ફૈઝલ ચાવડા, જાવેદભાઈ વજગોળ, નારણ સદાદિયા, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, યશપાલસિંહ જાડેજા, પો.કો. ખીમશીભાઈ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી બાતમી મુજબનો શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં કેરોસીનના ટાંકા પાસેથી ચોરી કરેલા જીજે-10-બીડી-2153 નંબરના બાઈક સવારને આંતરીને પૂછપરછ કરતાં અમિત સુરેશ વાઘેલા નામના તસ્કરે બાઈક ચોરાઉ હોવાની કેફીયત આપતા પોલીસે અમિતની ધરપકડ કરી બાઈકનો કબ્જો સંભાળી વધુ પૂછપરછ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular