Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરકલીનર ટ્રકમાં ચડતા ડ્રાઈવરે ટ્રક ચલાવતા પટકાયેલા કલીનરનું મોત

કલીનર ટ્રકમાં ચડતા ડ્રાઈવરે ટ્રક ચલાવતા પટકાયેલા કલીનરનું મોત

લાલપુર તાલુકાના મેઘપર ગામમાં શુક્રવારે સાંજે અકસ્માત: પોલીસ દ્વારા ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર જિલ્લાના પડાણા ગામની સીમમાં હનુમાન મંદિર પાછળ આવેલા પાર્કિંગ વિસ્તારમાં કલીનર ટ્રકમાં ચડવા જતો હતો તે દરમિયાન ચાલકે ટ્રક ચલાવી મૂકતા પગ લપસી જવાથી નીચે પડી જતા આગલા ટાયરમાં ચગદાઈ જતા યુવાનનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના મેઘપર નજીકની સીમમાં હનુમાનજીના મંદિર પાછળ આવેલા પાર્કિંગ વિસ્તારમાં શુક્રવારે રાત્રિના સમયે જીજે-03-બીવી-6252 નંબરના અશોક લેલેન્ડ ટ્રકમાં તેનો કલીનર અફફાઝ ઉર્ફે અલ્ફાઝ ખલાસી નામનો કલીનર બિલ્ટી લઇ અશોક લેલેન્ડ ટ્રકમાં ચડવા જતો હતો તે દરમિયાન જ ચાલક રાજેન્દ્ર ડાભીએ ટ્રક બેદરકારીથી ચાલુ કરી ચલાવતા કલીનરનો પગ લપસી જતાં નીચે પટકાયો હતો અને તે દરમિયાન જ ટ્રકના ટાયર કલીનર ઉપર ફરી વળતા માથામાં અને શરીરમાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના ભાઈ દ્વારા કરવામાં આવતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular