Thursday, April 30, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં શૌચાલય પાસેથી દારૂની બોટલ અને ચપલાનો જથ્થો ઝડપાયો

જામનગરમાં શૌચાલય પાસેથી દારૂની બોટલ અને ચપલાનો જથ્થો ઝડપાયો

84 બોટલ દારૂ અને 565 નંગ ચપલા કબ્જે : બે બૂટલેગરો નાશી ગયા : ગોકુલનગરમાંથી દારૂની બોટલ અને કાર સાથે બે શખ્સ ઝબ્બે

જામનગર શહેરના ગ્રેઇન માર્કેટમાં આવેલા શૌચાલય પાસેથી દારૂની હેરાફેરી કરાતા સ્થળે પોલીસે રેઇડ કરતાં રૂા. 1,55,000ની કિંમતના દારૂની બોટલો અને ચપલાઓ મળી આવતા બે શખ્સોની શોધખોળ આરંભી હતી. જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી દારૂની બોટલો અને કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ દારૂના દરોડાની વિગત મુજબ જામનગર શહેરના ગ્રેઇન માર્કેટમાં આવેલા જાહેર શુલભ શૌચાલય નજીક દારૂની
હેરાફેરી કરાતી હોવાની બાતમીના આધારે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે ગત મધરાત્રિના સમય દરમ્યાન રેઇડ કરતાં સ્થળ પરથી રૂા. 42 હજારની કિંમતની 84 નંગ ઇંગ્લીશ દારૂની બોટલો અને રૂા. 1,13,000ની કિંમતના જુદી જુદી બ્રાન્ડના 565 નંગે દારૂના ચપલા મળી આવતા પોલીસે રૂા. 1,55,000ની કિંમતની દારૂની બોટલ અને ચપલા કબ્જે કરી નાશી ગયેલા કુલદીપસિંહ બહાદૂરસિંહ ઝાલા અને દિવ્યરાજસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ નામના બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ ઉપરથી પસાર થતી જીજે03 એફકે 3676 નંબરની હોન્ડા સિટી કારને સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતાં કારમાંથી રૂા. 650ની કિંમતની દારૂની બે બોટલ મળી આવતા રૂા. એક લાખની કિંમતની કાર મળી કુલ રૂા. 1,00,650ના મુદામાલ સાથે કલ્પેશ અમુ પરમાર અને શાંતિ દયાળજી સોનગરા નામના બે શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular