Thursday, April 30, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

જામનગર શહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

સિટી ‘એ’ ડિવિઝન પોલીસના દરોડા : રૂા. 11,430ની રોકડ કબ્જે : પવનચકકી પાસેથી એકી-બેકીનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝબ્બે

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મોટા પીર ચોકમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતાં બે શખ્સોને રૂા. 11,430ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જામનગરના પવનચકકી વિસ્તારમાં ભાનુશાળીની વાડીના ગેઇટ પાસેથી પોલીસે એકી-બેકીનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મોટાપીર ચોકમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમાતા સ્થળે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન યાસીન કરીમ મેતર અને ગની ઇસ્માઇ પતાસ નામના બે શખ્સોને રૂા. 11,430ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો જામનગર શહેરના પવનચકકી વિસ્તારમાં આવેલી ભાનુશાળી સમાજની વાડી નજીક જાહેરમાં ચલણી નોટોના આંકડા ઉપર એકી-બેકીનો જુગાર રમાતા સ્થળે સિટી ‘એ’ ડિવિઝન પોલીસે રેઇડ દરમ્યાન નિલેશ મહેન્દ્ર ભદ્રા, તુષાર હરિશ નાખવા અને વિજય ભગવાનજી જોઇસર નામના ત્રણ શખ્સોને રૂા. 1050ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular