જામનગરમાં ટી બી હોસ્પિટલ પટેલ વાડી શેરી નંબર-5 પાસેથી સિટી બી પોલીસે એક શખ્સને દારૂની બોટલ સાથે પસાર થતા ઝડપી લઇ 30 નંગ દારૂના ચપલા તથા ઈલેકટ્રીક મોપેડ સહિત કુલ રૂા.54,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દરોડાની વિગત મુજબ, જામનગરમાં ટી બી હોસ્પિટલ પટેલવાડી શેરી નંબર-5 પાસેથી એક શખ્સ દારૂના જથ્થા સાથે પસાર થતો હોવાની બાતમીના આધારે સિટી બી પોલીસે રેઈડ દરમિયાન મિલન રમેશ સોલંકી નામના શખ્સને રૂા.4500 ની કિંમતના 30 નંગ વિદેશી દારૂના ચપલા સાથે ઝડપી લીધો હતો. અને દારૂના ચપલા તથા રૂા.50000 ની કિંમતનું ઈલેકટ્રીક મોપેડ સહિત કુલ રૂા. 54,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન સપ્લાયર તરીકે જામનગરના શકિતસિંહ સોઢાનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.