Saturday, June 14, 2025
Homeરાજ્યજામનગરજામનગરના બેડી બંદર નજીક ઓઇલમીલમાં તસ્કરો ત્રાટકયા

જામનગરના બેડી બંદર નજીક ઓઇલમીલમાં તસ્કરો ત્રાટકયા

રીફાઈનરીની મોટરો, કોપર કેબલ સહિત રૂા.68500 ના માલસામાનની ચોરી : સિટી બી પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ

જામનગરમાં બેડી બંદર રોડ પર આવેલ ઓઇલ મીલમાં તસ્કરો ત્રાટકયા હતાં અને રીફાઈનરીની મોટર, કોપર કેબલ, ધાણા (લોખંડ)ના વરમ સહિત કુલ રૂા.68,500 નો માલસામાન ચોરી કરી નાશી ગયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, જામનગરના વિજયનગર પ્લોટ 54 માં રહેતા અને બેડી બંદર રોડ ગુજરાત વેર હાઉસ કોર્પો. ના ગોડાઉનની સામે મહેન્દ્ર ઓઇલ મીલ ધરાવતા જમનાદાસ વેલજીભાઈ દોમડિયા એ સિટી બી ડીવીઝનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની ઓઇલ મીલમાં અજાણ્યા શખ્સો કોઈપણ વાહન સાથે ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો અને ઓઇલ મીલમાં રાખેલા રૂા.5000 ની કિંમતના 150 કિલો ધાણા (લોખંડ) ના વરમ, રૂા.4000 ની કિંમતના ચાર નંગ સાફટીંગ, રૂા.5000 ની કિંમતના 5 નંગ ધાણા (લોખંડ)ના મોટા ગેર, રૂા.6000 ની કિંમતના છ નંગ નાના ગેર, રૂા.2000 ની કિંમતના 35 નંગ એલીમેટરના ડબલા, રૂા.1000 ની કિંમતના પાંચ નંગ ધાણાની પેટીના કાંડીના બોકસ, રૂા.1800 ની કિંમતના 18 નંગ ધાણાની બેટીના બાર, રૂા.12,000 ની કિંમતના 4 પાંચ એચપી મોટર, રૂા.12000 નીકિંમતની 4 ત્રણ એચપી મોટર, રૂા.12000 ની કિંમતની 4 નંગ સાડા સાત એચપીની મોટર, રૂા.12000 ની કિંમતના ચાર નંગ ગેરબોકસ, રૂા.3500 ની કિંમતની 70 નંગ ઓઇલ મીલની ફીલ્ટરની પ્લેટ, રૂા.12000 ની કિંમતની ચાર નંગ રિફાઈનરીની પાંચ એચપી મોટર તથા રૂા.4200 ની કિંમતના 200 ફુટ કેબલ વાયર સહિત કુલ રૂા. 68500 ની કિંમતનો માલસામાન ચોરી કરી નાશી ગયા હતાં.

આ અંગે પોલીસને જાણ કરાતા સિટી બી પોલીસ દોડી ગઈ હતી અને અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી સીસીટીવી સહિતના આધારે તપાસ હાથ ધરી હતી. સિટી બી ના પીએસઆઈ ઝેડ એમ મલેક દ્વારા આ અંગે તપાસ ચલાવાઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular