ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા મયુર સાજા કારીયા નામના 22 વર્ષના શખ્સને પોલીસે ગત રાત્રે આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોનમાં સટ્ટો ખેલતા ઝડપી લઇ, રૂપિયા 9,000 ની રોકડ રકમ તેમજ રૂ. 30,000 ની કિંમતના મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 39,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ પ્રકરણમાં અહીંના માંઝા ગામે રહેતા અને 8200063511 મોબાઈલ નંબર ધરાવતા હરી કારીયા નામના શખ્સની પણ સંડોવણી હોવાનું ખુલતા પોલીસે તેને હાલ ફરાર ગણી, જુગારધારાની કલમ મુજબ આગળની તપાસ હાથ ધરી છે.