જામનગર શહેરના પટ્ટણીવાડ વિસ્તારમાં બુધવારે રાત્રીના સમયે એક જૂથ દ્વારા યુવાનના ઘર ઉપર સોડાબોટલો અને પથ્થરના ઘા કરી ઘરને સળગાવી નાખવાના પ્રયાસના બનાવમાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
View this post on Instagram

હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના પટ્ટણીવાડ વિસ્તારમાં ગઇકાલે મોડીરાત્રીના સમયે જુની અદાવતમાં એક જૂથના મકાનમાં બીજા જૂથે હિંસક હુમલો કરી સોડાબોટલો અને પથ્થરોના ઘા કર્યા હતાં. તેમજ હિંસક હુમલા બાદ ઘરમાં આગ ચાંપી હતી. હુમલો અને આગ ચાંપી દેવાના બનાવના કારણે પટ્ટણીવાડ વિસ્તારમાં તંગદીલી છવાઇ ગઇ હતી. હુમલાની જાણ થતાં સીટી-એ ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને પોલીસે પરિસ્થિતિને કાબુમાં લઇ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.