Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરપાંચ વર્ષનો બાળક રમતાં-રમતાં લાપત્તા થયો..., પોલીસે કેવી રીતે શોધ્યા પરિવારજનોને?

પાંચ વર્ષનો બાળક રમતાં-રમતાં લાપત્તા થયો…, પોલીસે કેવી રીતે શોધ્યા પરિવારજનોને?

- Advertisement -

જામનગર શહેરના સાત રસ્તા નજીક ક્રિષ્ના ટ્રાવેર્લ્સ પાસે પાંચ વર્ષના રડતા રડતા બાળકને રીક્ષાચાલકે માનવતા દાખવી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપ્યા બાદ પોલીસે બાળકને તેના માતા-પિતાની શોધખોળ કરી સોંપી આપતા પરિવારજનોએ પોલીસની સરાહના કરી હતી.

- Advertisement -

બનાવન અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સાત રસ્તા પાસે આવેલી ક્રિષ્ના ટ્રાવેલ્સ નજીક માતા-પિતાથી વિખુટો પડી ગયેલો બાળક રડતો હતો. જેથી ત્યાંથી પસાર થતા રીક્ષાચાલકે માનવતા દાખવી બાળકને સિટી બી ડીવીઝન પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.પી. ઝાલા, પીએસઆઈ એ.વી. વણકર, એએસઆઈ મુકેશસિંહ રાણા, હેકો રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. સંજય પરમાર, બલભદ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, મયુરસિંહ જાડેજા વિપુલ ગઢવી સહિતના સ્ટાફે બાળકને સમજાવીને પૂછપરછ કરતા બાળકનું નામ રાજેશ રતનભાઇ હોવાનું તેના પિતા હોટલમાં કામ કરતા હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી નેપાળી સમાજના પ્રમુખનો સંપર્ક કરી તળાવની પાળ પર આવેલા ઓમ એવન્યુમાં ચોકીદારી તરીકે ફરજ બજાવતા રતનભાઈ ઢાપાનો પુત્ર હોવાનું ખુલ્યું હતું.

જેના આધારે પોલીસે રતનભાઇ જનકભાઈ ઢાપા (ઉ.વ.29) નામના ચોકીદારનો સંપર્ક કરી પૂછપરછ દરમિયાન બાળક રાજેશ રમતા રમતા સાંજના સમયે ઘરની બહાર નિકળી ગયો હોવાથી લાપતા થયો હતો. જેથી પોલીસે તપાસના અંતે રાજેશને તેના માતા-પિતાને સોંપી આપ્યો હતો. પોલીસની આ સરાહનીય કામગીરી માટે ઢાપા પરિવારે આભાર વ્યકત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular