Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં જુદાં-જુદાં ચાર સ્થળોએ પોલીસના દારૂ અંગે દરોડા

જામનગર જિલ્લામાં જુદાં-જુદાં ચાર સ્થળોએ પોલીસના દારૂ અંગે દરોડા

- Advertisement -

જોડિયા ગામમાં બસ સ્ટેન્ડ પાસેથી સ્થાનિક પોલીસે જામનગરના શખ્સને ઈંગ્લીશ દારૂના 16 નંગ ચપટા સાથે ઝડપી લઇ પૂછપરછ આરંભી હતી. જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાંથી સ્થાનિક પોલીસે બે શખ્સોને ઈંગ્લીશ દારૂના 10 નંગ ચપટા સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના દરેડમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જોડિયા ગામમાં બસ સ્ટેન્ડ પાસેથી બેસતા વર્ષના દિવસે વહેલીસવારમાં પસાર થતા આશિષ વિજયકાંત કાનાણી (રહે. રામેશ્ર્વરનગર, જામનગર) નામના શખ્સને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.1600 ની કિંમતના 16 નંગ ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટિકના ચપટા મળી આવતા પોલીસે આશિષની ધરપકડ કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં ધુસલાપરા પાસેના રોડ પરથી પસાર થતા ધીરુ દાના સોંદરવા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.600 ની કિંમતના ઈંગ્લીશ દારૂના છ નંગ ચપલા મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી. તેમજ વિનોદ રામજી સોંદરવા નામના શખ્સને રૂા.400 ની કિંમતના ચાર નંગ ઈંગ્લીશ દારૂના ચપલા સાથે ઝડપી લીધો હતો તથા જામનગર તાલુકાના દરેડ ગામમાંથી નીલગીરી ગોલાઈ પાસેથી પસાર થતા કશ્યપ અનંદરાય મારણીયા નામના શખ્સને પંચકોશી બી ડીવીઝન પોલીસે તલાસી લેતા રૂા.400 ની કિંમતના 600 એમ.એલ. ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular