જામનગર શહેરના સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓની એલસીબીની ટીમે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના અપહરણ અને પોકસોના ગુનામાં છેલ્લાં બે વર્ષથી નાસતા ફરતા દંપતી સહિતના ત્રણ શખ્સો અંગે અરજણભાઈ કોડીયાતર, મયુદ્દીનભાઈ સૈયદ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ પરમારને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા તથા પીએસઆઇ સી.એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
બે વર્ષથી લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને દબોચવા માટે પંચવટી સોસાયટીના ખુણા પાસે રોડ પરથી એલસીબીની ટીમે પ્રિન્સ અશોક મકવાણા, અશોક બચુ મકવાણા, જાગૃતીબેન અશોક મકવાણા નામના ત્રણ શખ્સોને દબોચી લઇ સિટી બી ડીવીઝનને સોંપી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.