Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના એક બાળકનું મોત - VIDEO

જામનગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના એક બાળકનું મોત – VIDEO

વધુ 3 બાળદર્દીઓને દાખલ કરવામાં આવ્યા : હાલ જી.જી. હોસ્પિટલમાં 4 દર્દીઓ સઘન સારવાર હેઠળ : રાજ્યમાં ચાંદીપુરાથી કુલ 21ના મોત

- Advertisement -

- Advertisement -

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે એક બાળકનો ભોગ લીધો છે. જી.જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં બે બાળકો પૈકી એક બાળકનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, હોસ્પિટલ સતાવાળાઓ દ્વારા આ અંગે કોઇ સતાવાર જાણકારી આપવામાં આવી નથી. બીજી તરફ જિલ્લામાંથી વધુ 3 બાળ દર્દીઓને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતાં તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ જામનગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કુલ પાંચ બાળ દર્દીઓ પૈકી એક બાળ દર્દીનું મૃત્યુ નિપજતાં હાલ ચાર બાળ દર્દીઓને આઇસીયુમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગઇકાલે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ અને જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જી.જી. હોસ્પિટલની મુલાકાત લઇને ચાંદીપુરા વાયરસ અંગે હોસ્પિટલના તબીબો સાથે ચર્ચા વિચારણા કરી હતી. તેમજ હોસ્પિટલમાં સઘન સારવારની વ્યવસ્થા કરવા તેમજ જે સ્થળોએ દર્દીઓ મળી આવ્યા છે તે વિસ્તારમાં સ્વચ્છતા અને દવા છંટકાવ અંગે તાકિદ કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદી પુરા વાયરસના કુલ 33 કેસ નોંધાયા છે. 7 નમૂનાઓ પૈકી એક પોઝિટીવ આવ્યો છે. રાજ્યમાં કુલ 260 ટુકડીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જયારે ચાંદીપુરા વાયરસથી મૃત્યુનો આંકડો 21 સુધી પહોંચી ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular