જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહિબીશનના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે જાંબુડાના પાટીયા પાસેથી દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર જિલ્લાના પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબીશનના જુદા-જુદા ત્રણ ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા બુટલેગર અંગે હેકો નિર્મલસિંહ જાડેજા,પો.કો.હરદેવસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પીઆઈ એમ.એન. શેખ, હેકો નિર્મળસિંહ જાડેજા, ભાવેશભાઈ લાંબરીયા, રામદેવસિંહ જાડેજા, શોભરાજસિંહ જાડેજા, પો.કો. ચેતનભાઈ ઘાઘરેટીયા, અજયસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા અને હરદેવસિંહ ઝાલા સહિતના સ્ટાફે જાંબુડાના પાટીયા પાસે ઉભો હોવાના રવિરાજસિંહ બહાદુરસિંહ જાડેજા નામના શખ્સને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.