પ્રથમ દરોડો, જામજોધપુર તાલુકાના વનાળા ગામમાં રહેણાંક મકાન પાસે તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે શેઠવડાળા પોલીસે રેઈડ દરમિયાન મહેશ ગોરધન ડાભી, બાબુ વીરા રાઠોડ, વિજય ધરમશી ઝીંઝુવાડિયા, નરેન્દ્રસિંહ નથુભા જાડેજા, ખીમા પોલા ગાજરોતર, રણમલ દેવા બારીયા સહિતના છ શખ્સોને રૂા.12720 ની રોકડ રકમ અને ગંજીપના તથા રૂા.15000 ની કિંમતની બાઈક તેમજ રૂા.18500 ની કિંમતના ચાર નંગ મોબાઇલ સહિત કુલ રૂા.46220 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો જામજોધપુર તાલુકાના જીણાવારી ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા અશોક ઉર્ફે રામજી વશરામ ચૌહાણ, ધીરુ ચંદુ ચૌહાણ, શૈલેષ ગોવા સીર નામના ત્રણ શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.7080 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ -3 પાસે જાહેરમાં જુગાર રમતા નેમચંદ લાલારામ ભોજપાલ, સુનિલકુમાર કિશનલાલ સકસેના, નરેન્દ્રસિંહ રામચરણ સંચોલી નામના ત્રણ શખ્સોને પંચ બી પોલીસ સ્ટાફે રૂા.2340 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ચોથો દરોડો, જામનગર શહેરના વિકટોરીયા પુલ પાસેથી નાગેશ્ર્વર જવાના માર્ગ પર જાહેરમાં ચલણી નોટો વડે એકી બેકીનો જૂગાર રમતા શંકર સોઢા બારીયા, જાવેદ હુશેન મકરાણી નામના બે શખ્સોને સિટી બી-ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.1020 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.