જામનગરના 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈને ગાંધીનગર હાજર રહેવાના હોવાથી તેઓ પોતાના જામનગરના કાર્યાલય પર સોમવાર તારીખ 27.2.2023 થી શુક્રવાર તારીખ 3 માર્ચ 2023 સુધી મળી શકશે નહીં, પરંતુ તેઓનું કાર્યાલય રાબેતા મુજબ ખુલ્લું રહેશે.
જ્યારે શનિવાર તારીખ 4.3.2023 ના સવારે 10.00 વાગ્યા થી બપોરે 1.00 વાગ્યા સુધી તેઓ પોતાના કાર્યાલય પર હાજર રહેશે. જેથી ઉપરોક્ત સમય દરમિયાન ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.