Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારમુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં લોન મેળામાં 128 લોકોને બેંક લોન મંજૂરીપત્રનું વિતરણ

મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં લોન મેળામાં 128 લોકોને બેંક લોન મંજૂરીપત્રનું વિતરણ

- Advertisement -

પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગનાઓની સૂચના તથા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના દૂષણ વિરૂદ્ધની ઝુંબેશ અંતર્ગત પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને ટાઉન હોલ ખંભાળિયા ખાતે બેંક લોન મંજૂરીપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં, આજદિન સુધી જિલ્લા ખાતે યોજાયેલા લોનમેળા દરમ્યાન લોન લીધેલ 128 જેટલા લાભાર્થીઓને કુલ રૂ. 1,07,00,000ના લોન ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ તકે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, ખંભાળિયા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. નવી સરકાર બન્યા બાદ પ્રથમ બેઠકમાં જ રાજ્યની પ્રજાને વ્યાજખોરોના ચુંગલમાંથી બચાવવા માટે મક્કમ પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના દૂષણ વિરૂદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ ઝુંબેશ યોજાઇ રહી છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, મજબૂરીના સમયમાં લોકો વ્યાજે પૈસા લેતા હોય છે. અને બાદમાં વ્યાજખોરો વધુ વ્યાજ વસૂલતા હોય છે. ત્યારે હવે લોકો એવા વ્યાજખોરોના ચુંગલમાંથી બહાર નીકળી રહ્યા છે. આજે અહીં 128 લોકોને લોનના ચેકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખરેખર સમય બદલાઈ રહ્યો છે. આપણે પહેલા એવું વિચારતા કે પોલીસનું કામ ગુન્હેગારોને પકડવાનું જ છે. જ્યારે સામાન્ય નાગરિકોના મિત્ર બની પોલીસ ખૂબ જ સારી કામગીરી કરે છે. નાના માણસોને બેંક સાથે જોડી લોન મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, માત્ર લોન મેળો જ નહિ પરંતુ લોકોને વ્યાજખોરોના દુષણથી બચાવવા માટે એક શેરી નાટક પણ થયું છે. આગામી સમયમાં જિલ્લા ભરમાં શેરી નાટકના માધ્યમથી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ સાગર ખેડુની જાગૃતતા માટે ઓડિયો ક્લિપ બનાવવામાં આવી છે. તેમજ ખોવાયેલા મોબાઈલ પણ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા.

રાજ્યના બજેટને આવકારી મુખ્યમંત્રી અને નાણાં મંત્રીનો સમગ્ર જિલ્લા વતી આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા છે. આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વ્યાજખોરો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. 128 લોકોને કુલ 1 કરોડ 7 લાખ રૂપિયાની બેંક લોન મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ જિલ્લા ખાતે થયેલી મોબાઈલ ગુમની ફરિયાદ/e-FIR અંતર્ગત 35 જેટલા મોબાઈલ કિં.₹.04,47,786/- ના મોબાઈલ ફોન પરત સોંપવામાં આવેલા છે.

- Advertisement -

ઉપરાંત સાગરખેડૂ સમુદાયમાં રાષ્ટ્રીય સુરક્ષા તથા દરિયાઈ સુરક્ષા અંગે માહિતગાર કરવા માટે ઓડિયો કલીપ્સ બનાવી પ્રસારિત કરવામાં આવી છે. આ પ્રસંગે ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. અને પી.આઇ. ઝાલા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી. પરમાર, લીડ બેંકના અધિકારી આર.કે.પરમાર, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ રામદેભાઈ કરમુર, જિલ્લા સંગઠનના અગ્રણીઓ મયુરભાઈ ગઢવી, શૈલેષભાઈ કણઝારિયા, અનિલભાઈ તન્ના, હરિભાઈ નકુમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular