Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકામાં બાવન જિનાલયમાં ઉમટ્યો માનવ મહેરામણ

દ્વારકામાં બાવન જિનાલયમાં ઉમટ્યો માનવ મહેરામણ

આવતીકાલે બુધવારે થશે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા

- Advertisement -

સુવિખ્યાત દ્વારકા નગરી પાસે આવેલા બરડીયા ગામની પાદરમાં તા. 16 ફેબ્રુઆરીથી શરૂ થયેલા બાવન જિનાલયના મહોત્સવમાં સમગ્ર દેશ વિદેશથી જૈન સમુદાય ઉમટી રહ્યા છે. ટ્રેન, બસ અને ખાનગી વાહનોમાં છેલ્લા પાંચ દિવસથી હજારોની સંખ્યામાં જૈન સમુદાય આ બાવન જીનાલયના દર્શન કરી ભાવવિભોર બન્યા છે.

- Advertisement -

પાંચ દિવસમાં દ્વારકા તીર્થ ક્ષેત્ર જાણે જૈન તીર્થ બન્યું હોય તેવો આભાષ સૌને થઈ રહ્યો છે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના ટોચના જૈન સમાજના નેતાઓ, ઉદ્યોગપતિઓ અને વેપારી વર્ગ તથા જૈન સમાજ સંસ્થાના અગ્રણીઓ પણ આ ભવ્યાતિભવ્ય મહોત્સવમાં જોડાયા છે. આજરોજ મંગળવારે જૈન સમાજના જુદા જુદા પ્રાંતના મહારાજઓ, દીક્ષાર્થીઓ દ્વારકા ખાતે નવનિર્મિત જીનાલય મહોત્સવમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા. બરડીયાના ગ્રામજનો તથા જૈન સમાજના ધર્મ પ્રેમીઓએ મહારાજની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢીને વાતાવરણને વધુ ધર્મમય અને શ્રદ્ધા ભાવના સંગમ સાથે જૈન સમાજની એકતાનો સંદેશ આપ્યો હતો.

આવતીકાલે બુધવારે આ મહોત્સવનો મુખ્ય બે કાર્યક્રમનો પ્રારંભ થશે. જેમાં બાવન જીનાલય સંકુલમાં સ્થાપિત કરવામાં આવેલ બાવન મૂર્તિઓની વિધિવિદ્યાન મુજબ પ્રાણ પ્રતિષ્ઠા થશે. જ્યારે ગુરૂવાર તારીખ 23 ના કાર્યક્રમના સમાપન પ્રસંગે ધર્મના સિદ્ધાંતો મુજબ ઉત્સવની પૂર્ણાહુતિથી યોજાશે. જેમાં સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન બાવન જીનાલય ઉપર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરી બાવન જીનાલયના સંકુલને ખુલ્લો મુકવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular