Tuesday, October 13, 2026
Homeરાજ્યહાલારમીઠાપુરમાં બે બાઈક અથડાતા આશાસ્પદ યુવાનનું મોત

મીઠાપુરમાં બે બાઈક અથડાતા આશાસ્પદ યુવાનનું મોત

આરંભડાના રાધાનગર પાસે ગમખ્વાર અકસ્માત : સામેથી આવતુ બાઈક ધડાકાભેર અથડાયું : યુવાનની સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા બાઈક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દેવપરા ગામમાં રહેતો યુવાન તેના બાઈક પર આરંભડાના રાધાનગર નજીક પહોંચ્યો ત્યારે પુરપાટ આવી રહેલી બાઈક ધડાકાભેર અથડાતા યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના મીઠાપુર તાબેના દેવપરા ગામે રહેતા ગજુભા મુંજાભા જગતિયા (ઉ.વ.35) નામનો યુવાન ગત તા. 11 ના રોજ તેમના જી.જે. 37 ક્યુ 4313 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા ત્યારે આરંભડા ગામની સીમમાં રાધાનગર ખાતે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જીજે 37 આર 1485 નંબરના મોટરસાયકલના ચાલકે ગજુભા જગતિયાના બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેથી તેમને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ બાલુભા ઉર્ફે બાલો મુંજાભા જગતિયાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે આરોપી બાઈક ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular