Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્નના કેસમાં ત્રણ માસની સજા

ચેક રિટર્નના કેસમાં ત્રણ માસની સજા

- Advertisement -

જામનગરમાં આસનીલ એન્ટરપ્રાઈઝના નામથી શીતલ નમકીન ડીસ્ટ્રીબ્યુટરનો ધંધો કરતાં સુનીલ રમેશભાઈ ગુજરાતની દુકાનમાં ધર્મેન્દ્રભાઈ મુળજીભાઈ બારડ સેલ્સમેન તરીકે નોકરી કરતાં હતાં અને સેલ્સમેન રોજેરોજ દુકાનમાંથી માલ વેચાણ માટે લઇ જતા તે ઉપરાંત સેલ્સમેન દ્વારા દુકાનદાર વેપારી પાસેથી ઉપાડ કર્યો હતો તે મુજબ વેપારીના સેલ્સમેન પાસે રૂા.15000 લેવાના બાકી રહેતાં હતાં તેની ચૂકવણી માટે સેલ્સમેન દ્વારા રૂા.15000 નો યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનો ચેક આપ્યો હતો. જે ચેક સુનીલભાઈએ પોતાના બેંક ખાતામાં ભરતા નાણાંના અભાવે પરત ફરતા સુનિલભાઇ દ્વારા પોતાના વકીલ મારફત નોટિસ આપી હતી તેમ છતાં ચેક મુજબની રકમ વસૂલ નહીં આપતા સુનિલભાઈ દ્વારા પોતાના વકીલ મારફત જામનગરની અદાલતમાં ધી નેગોશિએબલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો. જે કેસ જામનગર 11 મા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટે્રટ આર.બી. ગોસાઈની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી સેલ્સમેન ધર્મેન્દ્ર મુળજીભાઈ બારડને ત્રણ માસની સાદી કેદની સજા તથા રૂા.18000 નો દંડનો હુકમ કર્યો છે જે દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરેલ છે. આરોપી જો દંડની રકમ ભરપાઈ ન કરે તો વધારાના પંદર દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.
આ કેસમાં ફરિયાદી તરફે વકીલ સંજય સી. દાઉદીયા તથા ભાવિકાબેન પી. જોશી રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular