રાજ્યમાં બે તબક્કામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની તારીખો ગઇકાલે જાહેર કરવામાં આવી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત થતાંની સાથે જ ચૂંટણી આચારસંહિતાનો આરંભ થઇ ચૂકયો છે. જામનગર જિલ્લામાં પણ ચૂંટણી આચારસંહિતાની અમલવારી કરાવવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગઇકાલે ચૂંટણી અમલવારી શરૂ કરાઇ હતી. શહેરના વિવિધ માર્ગો પરથી રાજકીય પક્ષોના હોર્ડિંગ અને ઝંડાઓ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજીતરફ જામનગર મહાનગરપાલિકાના મેયર, ડે.મેયર, સ્ટે. ચેરમેન સહિતના પદાધિકારીઓએ પણ પોતાની ગાડી જમા કરાવી હતી. આમ જામનગરમાં સંપૂર્ણપણે ચૂંટણી આદર્શ આચારસંહિતાની અમલવારી કરાવવામાં આવી રહી છે.