જામનગર તાલુકાના સચાણા ગામમાં બંદર પર જવાના માર્ગ પર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબને એસઓજીની ટીમે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સચાણા ગામમાં ભાડે મકાનમાં સુનિલ રુબીન હીરા નામના શખ્સ પાસે મેડીકલની ડિગ્રી ન હોવા છતાં બોગસ તબીબ બની દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી દવાઓ અને ઈંજેકશન આપી બાટલા ચડાવતો હોવાની હર્ષદ ડોરિયા, અરજણ કોડીયાતર, મયુદ્દીન સૈયદને મળેલી બાતમીના આધારે પીઆઈ બી.એન. ચૌધરી તથા પીએસઆઈ જે.ડી.પરમાર અને સ્ટાફે રેઈડ દરમિયાન મૂળ પશ્ર્ચિમ બંગાળના વતની સુનિલ હીરા નામના બોગસ તબબીને ઝડપી લઇ તેની પાસેથી રૂા.6807 ના સાધનો અને દવા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.