Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં માલધારીઓનું હલ્લાબોલ, પકડાયેલા ઢોર હાંકી ગયા

Video : જામનગરમાં માલધારીઓનું હલ્લાબોલ, પકડાયેલા ઢોર હાંકી ગયા

50 થી વધુ માલધારીઓના ટોળાઓએ સોનલનગર ઢોરના ડબ્બામાં કરી તોડફોડ : જામ્યુકોએ નોંધાવી ફોજદારી ફરિયાદ

- Advertisement -

જામનગર શહેરમાં ગંભીર બનેલી રખડતા ઢોરની સમસ્યા હળવી કરવા માટે મહાપાલિકા દ્વારા કડક કાર્યવાહી અંતર્ગત રખડતા ઢોરને પકડી અને ઘાસચારાનું વેચાણ કરતા વિક્રેતાઓ ઉપર તવાઈ બોલાવી પશુપાલકો સામે ફરિયાદ નોંધવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે રોષે ભરાયેલા 50 જેટલા માલધારીઓએ શુક્રવારે મધ્યરાત્રિના સમયે સોનલનગરમાં આવેલા ઢોર ડબ્બાની બેરીકેટીંગમાં તોડફોડ કરતા 162 ઢોર નાશી ગયા હતાં. ઘટના સ્થળે પોલીસ કાફલાને આવતા જોઇને માલધારીઓ પલાયન થઈ ગયા હતાં.

- Advertisement -

મળતી વિતગ મુજબ, જામનગર શહેરના રાજમાર્ગો પર રખડતા ઢોરની સમસ્યા ઘણાં સમયથી વકરી રહી છે અને માથાના દુ:ખાવા સમાન બનેલી આ સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીએ ત્રણ અધિકારીઓના નેજા હેઠળ ચાર ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમની સાથે પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે. આ ટીમો દ્વારા શહેરમાં રખડતા ઢોરોને પકડી પાડી અને ઢોર માલિકો સામે વિધિવત ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે છે. રખડતા ઢોરની સમસ્યાના નિરાકરણ માટે મહાપાલિકાના તંત્ર દ્વારા ઘાસચારાનું વેચાણ કરતાં વિક્રેતાઓ સામે ફરિયાદ નોંધી તેમના ઘાસનો જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. છેલ્લાં થોડા સમયથી મહાનગરપાલિકાના કડક વલણને કારણે માલધારીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

- Advertisement -

દરમિયાન માલધારીઓમાં વકરેલા રોષના કારણે શુક્રવારે મધ્યરાત્રિના સમયે જામનગર શહેરમાં પોલીસ હેડકવાર્ટર પાછળ આવેલા સોનલનગર વિસ્તારમાં આવેલા ગાયોના સારવાર માટેના ઢોરના ડબ્બામાં 50 થી વધુ માલધારીઓ ધસી આવ્યા હતાં અને તેઓએ દાદાગીરી પૂર્વક બેરીકેટીંગમાં તોડફોડ કરવામાં આવી હતી જેના કારણે આ ઢોરના ડબ્બામાં રહેલા 162 જેટલા ઢોર નાશી ગયા હતાં. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્યારે સ્થળ પર રહેલાં 50 થી વધુ માલધારીઓ પોલીસ કાફલાને આવતો જોઇ નાશી ગયા હતાં. માલધારીઓ દ્વારા કરાયેલી હલ્લાબોલની ગંભીર ઘટનામાં મહાનગરપાલિકાની ટીમ એકશનમાં આવી ગઇ છે અને અજાણ્યા માલધારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular