Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયદેવધરમાં બળજબરીપૂર્વક વિમાનનું ટેકઓફ કરાવનાર ભાજપના 9 નેતાઓ સામે ફરિયાદ

દેવધરમાં બળજબરીપૂર્વક વિમાનનું ટેકઓફ કરાવનાર ભાજપના 9 નેતાઓ સામે ફરિયાદ

ભાજપના સાંસદ નિશિકાંત દુબે, મનોજ તિવારી સામે પોતાની શકિતનો દુરઉપયોગ કરવાનો આરોપ

- Advertisement -

ઝારખંડના દેવઘર એરપોર્ટની સુરક્ષામાં ખામીના સંબંધમાં ગોડ્ડાના ભાજપના સાંસદ નિશિકાંત દુબે, મનોજ તિવારી સહિત 9 લોકો વિરૂદ્ધ કુંડા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી છે. એરપોર્ટ DSP સુમન આનનની ફરિયાદ પર આ કેસ નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

ગત 31 ઓગસ્ટના રોજ ગોડ્ડાથી લોકસભા સાંસદ નિશિકાંત દુબે પોતાના દિકરા કનિષ્ક કાંત દુબે, માહિકાંત દુબે, સાંસદ મનોજ તિવારી, મુકેશ પાઠક, દેવતા પાંડેય, પિંટુ તિવારી વિરૂદ્ધ દેવઘર એરપોર્ટના ATCરૂમમાં બળજબરીપૂર્વક ઘુસવાનો અને પોતાની શક્તિનો ઉપયોગ કરીને બળજબરીપૂર્વક ATCક્લીયરેંસ લેવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય દેવઘર એરપોર્ટના ડિરેક્ટર સંદીપ ઢીંગરા વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. DSP દ્વારા આપવામાં આવેલી ફરિયાદ આધારે 31 ઓગસ્ટના રોજ બપોરે 1:00 વાગ્યે નિશિકાંત દુબે સહિત 9 લોકો ચાર્ટર્ડ પ્લેનથી દેવધર આવ્યા હતા. સાંજે પરત ફરતા દુબે સહિત અન્ય લોકો બળજબરી પૂર્વક પ્રવેશ કર્યો હતો.  તમને જણાવી દઈએ કે, દેવઘર એરપોર્ટમાં નાઈટ ટેક ઓફ અથવા લેન્ડીંગની સુવિધા નથી. ફરિયાદ મુજબ આ લોકોએ બળજબરીપૂર્વક અઝઈમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ ક્લીયરેંસ લઈને સાંસદ અને તેમની સાથેના લોકો ચાર્ટ્ડ પ્લેનથી પાછા ફર્યા હતા.  હકીકતમાં 31 ઓગસ્ટે ભાજપનું પ્રતિનિધિમંડળ દુમકાની પીડિતા અંકિતાના મોત બાદ તેના પરિવારને મળવા આવ્યું હતું. જેમાં ભાજપનાં સાંસદ નિશિકાંત દુબેની સાથે દિલ્હીના સાંસદ મનોજ તિવારી અને કપિલ મિશ્રા સહિત અનેક લોકો હતા.

દુમકાથી નીકળતી વખતે આ લોકો સાંજે લગભગ 5.15 વાગ્યે દેવઘર એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ક્લિયરન્સ લેવા માટે ATCરૂમમાં પ્રવેશ્યા હતા. નિશિકાંત દુબેએ આ મામલે કહ્યું હતું કે, ઝારખંડ સરકાર નથી ઈચ્છતી કે દેવઘર એરપોર્ટ સરળતાથી ચાલે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માલિક અને દેવઘર એરપોર્ટના ડિરેક્ટર વિરૂદ્ધ પણ FIR નોંધવામાં આવી હતી. નિશિકાંતે પોતાને સલાહકાર સમિતિના અધ્યક્ષ ગણાવતા કહ્યું હતું કે, તેઓ ATCરૂમમાં જઈ શકે છે કારણ કે તેઓ એરપોર્ટની એડવાઈઝરી સમિતિના અધ્યક્ષ છે. આ સિવાય ભાજપના સાંસદ મનોજ તિવારી નાગરિક ઉડ્ડયન સમિતિના સભ્ય છે. બીજી તરફ સાંસદ નિશિકાંત દુબેએ દેવઘરના ડેપ્યુટી કમિશનર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, ’આ દેશ કાયદાથી ચાલે છે, દિલ્હી પોલીસે દેવઘરના ડીસી વિરૂદ્ધ કલમ 124બ,353,120બ,441,448,201,506 અને ઓફિશિયલ સિક્રેટ એક્ટની કલમ 2/2 હેઠળ FIR નોંધી છે.’

- Advertisement -

કુંડા પોલીસ સ્ટેશનમાં બંને સાંસદ નિશિકાંત દુબે, મનોજ તિવારી અને એરપોર્ટ ડાયરેક્ટર સહિત 9 લોકો વિરૂદ્ધ આઇપીસીની કલમ 336, 447 અને 448 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દેવઘરના ડેપ્યુટી કમિશનરે ઝારખંડના મુખ્ય પ્રધાનને 2 સપ્ટેમ્બરે લખેલા પત્રમાં સમગ્ર મામલાની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, પ્લેનમાં ચઢ્યા બાદ પાયલોટ પ્લેનમાંથી બહાર આવ્યો અને ATCતરફ ચાલવા લાગ્યો હતો. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, 31 ઓગસ્ટે સ્થાનિક સૂર્યાસ્તનો સમય સાંજે 06.03 વાગ્યાનો હતો અને હવાઈ સેવાઓ સાંજે 05.30 વાગ્યા સુધી ચલાવવાની હતી. નિશિકાંત દુબે અને અન્ય લોકો ATCરૂમની અંદર આવ્યા હતા. સિક્યોરિટી ઈન્ચાર્જે કહ્યું હતું કે,પાઈલોટ અને પેસેન્જર્સ ફ્લાઈટની પરવાનગી માટે દબાણ કરી રહ્યા હતા. તેમને મંજૂરી આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં એરપોર્ટના ડાયરેક્ટર સંદીપ ઢીંગરાએ પણ ATCબિલ્ડિંગમાં બળજબરીથી ઘૂસેલા તમામ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો નહોતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular