Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયઝમાઝમ વરસાદથી મુંબઇ પાણી-પાણી

ઝમાઝમ વરસાદથી મુંબઇ પાણી-પાણી

મુંબઇમાં મોસમનો પ્રથમ ભારે વરસાદ : 36 કલાકમાં 10 ઇંચ પાણી વરસ્યું : હજુ ભારે વરસાદની આગાહી વચ્ચે ઓરેન્જ એલર્ટ જાહેર

- Advertisement -

મુંબઈમાં ચોમાસાના આગમનના પખવાડીયા બાદ હવે વરસાદી જમાવટ શરુ થઇ હોય તેમ સાંબેલાધાર વરસાદ વરસ્યો છે અને છેલ્લા 36 કલાકમાં 10 ઇંચથી વધુ પાણી વરસતા જનજીવનને વ્યાપક અસર થઇ છે. અનેક પરા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાતા માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત રેલવે તથા વિમાની સેવાઓને પણ અસર થઇ છે. મુંબઈ હવામાન કચેરીનાં સુત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા 36 કલાકમાં મહાનગરમાં 10 ઇંચથી વધુ વરસાદ થઇ ગયો છે.

- Advertisement -

ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન કોલાબા ક્ષેત્રમાં 9 ઇંચ તથા શાંતાક્રૂઝ વિસ્તારમાં 7 ઇંચ વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે પરા વિસ્તારો જળબંબાકાર બની ગયા છે અને ઠેકઠેકાણે ગોઠણડૂબ પાણી ભરાતા વાહન વ્યવહાર થંભાવી દેવામાં આવ્યો છે. મુંબઈના ડીસીપી વિનાયક ઢાંકને તથા નીતિન પવારે જણાવ્યું હતું કે ભારે વરસાદના જળબંબાકારમાં ટ્રાફીકને શક્ય એટલી ઓછી અસર થાય તે માટે વધારાના પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે. વડાલા, જોગેશ્ર્વરી, માટુંગા, સાયન, માહીમ સહિતના ભાગોમાં જળ બંબાકારની પરિસ્થિતિથી ટ્રાફીક સેવા પ્રભાવીત થઇ છે.

દહીંસર ટોલનાકે પણ ભારે વરસાદ અને મોટા ખાડા પડવાને કારણે કિલોમીટર લાંબો ટ્રાફીક જામ સર્જાયો હતો. ભારે વરસાદ વચ્ચે મુંબઈમાં હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ઉપરાંત આજે બપોરે દરિયામાં હાઈટાઇડની ચેતવણી આપવામાં આવી છે. લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular