Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં પરીક્ષા કેન્દ્રો નજીક કોપીયર મશીન પર પ્રતિબંધ

જામનગરમાં પરીક્ષા કેન્દ્રો નજીક કોપીયર મશીન પર પ્રતિબંધ

બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું

- Advertisement -

આગામી તા.28-3-2022 થી તા.12-04-2022 સુધી એસ.એસ.સી અને એચ.એસ.સીની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા શાંતિથી લેવાય તથા પરીક્ષા દરમિયાન ચોરીના દૂષણને અટકાવવાના હેતુથી પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના 100 મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતાં ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા(સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોને તા.28-03-2022 થી તા.12-04-2022 સુધી (તા.2, 3, 10-04-2022ની રજાઓ સિવાય) સવારના 10:00 થી 18:15 કલાક સુધી જામનગર શહેરના 36, ધ્રોલના 7, કાલાવડના 5, જોડિયાના 2, લાલપુરના 5, સિક્કાના 3, જામજોધપુરના 5 જેટલા પરીક્ષા કેન્દ્રોની આસપાસ તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઇએ મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર જામનગર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પંડ્યા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 મુજબ તેમને મળેલ સતાની રૂઇએ પ્રતિબંધ ફરમાવેલ છે.

- Advertisement -

આ હુકમનો ભંગ કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-1860(45 અધિનિયમ)ની કલમ-188 અન્વયે શિક્ષાપાત્ર થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular