Saturday, November 7, 2026
Homeરાજ્યહાલારકલ્યાણપુરમાં ગેરકાયદેસર ફટાકડા સંગ્રહિત કરનાર ઝડપાયો

કલ્યાણપુરમાં ગેરકાયદેસર ફટાકડા સંગ્રહિત કરનાર ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એમ.બી. ગજ્જર અને પી.એસ.આઈ. વી.એન. સિંગરખીયાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કલ્યાણપુર પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. કાનાભાઈ માડમ, ભીખાભાઈ ગાગીયા અને સુમાતભાઈ ભાટિયાને મળેલી બાતમીના આધારે કેનેડી ગામે રહેતા અને મોબાઈલ શોપ ધરાવતા રણછોડ ઉકાભાઈ પરમાર નામના શખ્સની દુકાનમાં પતરા નીચે કોઈ પણ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે વિવિધ પ્રકારના ફટાકડા રાખીએ વેચાણ કરતા ઝડપી લેવામાં આવ્યો હતો.

- Advertisement -

આ શખ્સ દ્વારા ફાયર સેફ્ટીના સાધનો વગર માનવ જિંદગી જોખમાય તે પ્રકારે કૃત્ય કરવા સબબ એસ.ઓ.જી. પોલીસે કુલ રૂ. 41,095ની કિંમતના સ્ફોટક ફટાકડાનો જથ્થો કબજે કરી, તેની સામે જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.એસ.આઈ. તેમજ પી.એસ.આઈ. વી.એન. સિંગરખીયા તેમજ સ્ટાફના કાનાભાઈ માડમ, ભીખાભાઈ ગાગીયા, દેવેન્દ્રસિંહ જટુભા જાડેજા, નિર્મલભાઈ આંબલીયા, સમાતભાઈ ભાટિયા અને કિશોરભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular