Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયવિશ્વનું સૌથી કડક લોકડાઉન: ચીનમાં મેટલના બોક્સમાં લોકોને પૂરી દેવાયા, જુઓ વિડીઓ

વિશ્વનું સૌથી કડક લોકડાઉન: ચીનમાં મેટલના બોક્સમાં લોકોને પૂરી દેવાયા, જુઓ વિડીઓ

- Advertisement -

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ચીનમાં કોરોનાનું સંક્રમણ ન વધે ત્યારે ઝીરો કોવિડ પોલીસી લાગુ કરવામાં આવી છે. જેમાં લોકોને મેટલના બોક્સની અંદર 14 દીવસ સુધી કવોરન્ટાઇન કરી રાખવામાં આવે છે. આ અત્યાર સુધીનું સૌથી કડક લોકડાઉન છે. ચીને હાલમાં શિયાનમાં લગભગ 125 મિલિયન લોકોને અને યુઝોઉમાં 10 લાખથી વધુ લોકોને લોકડાઉન હેઠળ કેદ કર્યા છે. જ્યારે એન્યાંગ શહેરમાં 55 લાખની વસ્તી ઘરોમાં બંધ છે.

- Advertisement -

ચીનમાં ‘ઝીરો કોવિડ પોલિસી’ હેઠળ લગાવવામાં આવેલા લોકડાઉનને વિશ્વનું સૌથી કડક લોકડાઉન માનવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં ચાઈનાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કડક પાબંધીઓના નામ પર નાગરિકો સાથે કેવી રીતે વ્યવહાર થઈ રહ્યો છે. આ મેટલ બોક્સમાં ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને પણ રાખવામાં આવી રહ્યા છે. કોવિડ સંક્રમિત કિસ્સામાં, તેઓને બે અઠવાડિયા માટે આ બોક્સમાં કેદ કરવામાં આવે છે. આ બોક્સની અંદર લાકડાના પલંગ અને શૌચાલય છે.

- Advertisement -

 

જો કોઈ વિસ્તારમાં એક પણ સંક્રમિત જોવા મળે છે, તો સમગ્ર વિસ્તારના લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. તેમને બસોમાં ભરીને કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ ક્વોરન્ટીન કેમ્પસ છોડનારા ઘણા લોકોએ તેમનો ખરાબ અનુભવ શેર કર્યો છે. તેમણે કહ્યું હતું કે તેમની પાસે ઠંડા મેટલના બોક્સમાં ખૂબ જ ઓછું ભોજન આપવામાં આવે છે અને તેને પોતાનું ઘર છોડીને ક્વોરન્ટીન સેન્ટરમાં રહેવાની ફરજ પડી હતી. બસો દ્વારા લોકોને અહીં લાવવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular