Wednesday, January 15, 2025
Homeરાષ્ટ્રીયધારાસભ્યની કારમાં યુવકે આગ લગાડી : જુઓ CCTV

ધારાસભ્યની કારમાં યુવકે આગ લગાડી : જુઓ CCTV

- Advertisement -

હરિયાણાના પાણીપતના ભાજપના ધારાસભ્ય પ્રમોદ વિજની ફોર્ચ્યુનર કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના ચંદીગઢની MLA હોસ્ટેલની છે. કારમાં આગ લાગવાની જાણ થતાં દોડધામ મચી ગઈ હતી. ત્યાં બીજી કાર પણ ઉભી હતી. ધારાસભ્ય પ્રમોદ વિજે તેને કાવતરું ગણાવ્યું. તેમનો આરોપ છે કે અન્ય કાર પણ ત્યાં પાર્ક કરવામાં આવી હતી. શા માટે માત્ર મારી જ કારમાં આગ લાગી? તે જ સમયે CCTV માં એક યુવક પણ આગ લગાવતો જોવા મળી રહ્યો છે.

- Advertisement -

આપને જણાવી દઈએ કે મંગળવારે હરિયાણા કેબિનેટનું વિસ્તરણ થયું હતું. આ જ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પાણીપતના ધારાસભ્ય પ્રમોદ વિજ પણ ચંદીગઢ ગયા હતા. રાત્રે અચાનક કારમાં આગ લાગવાની જાણ થઈ હતી. ઘટના સમયે ધારાસભ્ય પંચકુલામાં રોકાયા હતા જ્યારે તેમના પીએ અને અન્ય સ્ટાફ ચંદીગઢની MLAએ હોસ્ટેલમાં રોકાયા હતા અને MLAએ હોસ્ટેલમાં જ આગની ઘટના બની હતી.

- Advertisement -

 

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular