Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરએમ.પી. શાહ કોમર્સ કોલેજમાં ઓછા એડમિશન અપાયા

એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં ઓછા એડમિશન અપાયા

ખાનગી કોલેજો સાથે સાંઠગાંઠનો યુવક કોંગ્રેસ-એનએસયુઆઇનો આક્ષેપ : નિયમ મુજબ પ્રવેશ આપવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી

- Advertisement -

જામનગરની એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં નિયમ મુજબ એડમિશન આપાતા ન હોવાની ફરિયાદ યુવક કોંગ્રેસ પ્રમુખ અને સૌરાષ્ટ્ર યુનિ.ના સેનેટ મેમ્બર તૌસિફખાન પઠાણે કરી છે.

- Advertisement -

એમ.પી. શાહ કોલેજના પ્રિન્સિપાલને કરેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિ.ના પરિપત્ર અનુસાર વર્ષ 2021-22 માટે એક ડિવિઝનની સંખ્યા 130 રાખવાની છે અને તેમાં 10 ટકા આર્થિક રીતે અનામતની સીટ એટલે કે, ટોટલ 143 વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું થાય છે. એમ.પી. શાહ કોલેજમાં કુલ 4 ડિવિઝન હોય, 572 વિદ્યાર્થીઓને એડમિશન મળવાપાત્ર થાય છે. જે સામે 2000 જેટલી અરજીઓ પણ આવી હતી. પરંતુ કોલેજ દ્વારા ત્રીજા મેરિટ લિસ્ટ સુધી 520 વિદ્યાર્થીઓને જ એડમિશન આપવામાં આવ્યા છે. હજૂ પણ 50 જેટલી બેઠકો ખાલી છે. આ અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે કોલેજના પ્રિન્સિપાલ દ્વારા એવી ખાત્રી આપવામાં આવી હતી કે, કોઇપણ વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય. નિયમ મુજબ પ્રક્રિયા કરવામાં આવશે અને પૂરેપૂરા એડમિશન આપવામાં આવશે. પરંતુ આ ખાત્રીનો અમલ ન કરી કોલેજ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આગેવાનો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ખાનગી કોલેજો સાથે સાંઠગાંઠ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને એડમિશન મળવાપાત્ર છે તેમને તાત્કાલિક પ્રવેશ આપવામાં નહીં આવે તો યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે. રજૂઆતમાં તૌસિફખાન પઠાણ, એનએસયુઆઇ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા અને જામનગર (ઉત્તર) વિધાનસભા વિસ્તારના પ્રમુખ શક્તિસિંહ જેઠવા પણ જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular