Saturday, December 21, 2024
Homeરાજ્યનયારા એનર્જીના પ્રેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટનો મુખ્યમંત્રીના હસ્તે શિલાન્યાસ

નયારા એનર્જીના પ્રેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટનો મુખ્યમંત્રીના હસ્તે શિલાન્યાસ

કંપની ગુજરાતમાં સમુદાયોને સહયોગ આપવા માટે 500 હેન્ડવોશિંગ સ્ટેશનની સ્થાપના કરશે : આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા ગુજરાત ચોતરફી વિકાસ સાથે આગળ વધી રહ્યું છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ

- Advertisement -

આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ ઊર્જા કંપની નયારા એનર્જીએ વિશ્વ કક્ષાના સંકલિત ઇંધણ પેટ્રોકેમિકલ સંકુલના નિર્માણના પ્રથમ તબક્કા તરીકે ગુજરાતના વાડીનારમાં આવેલી તેની 20 એમટીપીએ રિફાઇનરી સુવિધા સ્થળે 450 કેટીપીએ પોલીપ્રોપીલિન પ્લાન્ટ માટે પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. શિલાન્યાસનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પેટ્રોલિયમ, કુદરતી ગેસ, શહેરી તથા ગૃહ નિર્માણ બાબતોના કેન્દ્રીય મંત્રી હરદીપ એસ. પુરીની સાથે સાથે નયારા એનર્જીનું નેતૃત્વ કરતા એક્ઝિક્યુટિવ ચેરમેન ટોની ફાઉન્ટેન તથા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. એલોઈસ વિરાગ દ્વારા કરાયું હતું.

- Advertisement -

nyara

નયારા એનર્જીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2019માં પેટ્રોકેમિકલ્સમાં વિસ્તરણ કરવાની યોજનાઓની જાહેરાત કરી હતી અને આ પ્રોજેક્ટમાં 750 મિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. હાલના એફસીસી અને એલપીજી ટ્રીટમેન્ટ યુનિટ સાથે સંકળાયેલી ઓફસાઇટ અને ઉપયોગિતા સુવિધાઓને અપગ્રેડ કરવાની સાથે સાથે 450 કેટીપીએ ક્ષમતાનો પોલીપ્રોપીલીન પ્લાન્ટ અને એક નવું પ્રોપીલીન રિકવરી યુનિટ સ્થાપવાની યોજનાઓ ચાલી રહી છે. પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટનું નિર્માણ 2023 માં પૂર્ણ થવાની ધારણા છે. નયારાની પેટ્રોકેમિકલ વિસ્તરણની આ વ્યાપક યોજનાના પ્રથમ તબક્કાને હાંસિલ કરશે.

- Advertisement -

આ તકે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે સ્થળોએ કંપની દ્વારા મુકવામાં આવેલા હેન્ડવોશિંગ સ્ટેશનોનું પણ મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. સ્વચ્છ ભારત અભિયાન તરફના ગુજરાતના પ્રયાસોને સહયોગ આપવાના ઉદ્દેશ્ય સાથે સમુદાયોનની પહોંચ સ્વચ્છતા સુધી કરાવવા માટે કંપની તેની સીએસઆરની નવીનતમ પહેલ તરીકે ગુજરાતમાં 500 હેન્ડવોશિંગ સ્ટેશનો સ્થાપી રહી છે.

nyara2

- Advertisement -

પ્રોજેક્ટના વિકાસ અંગે વિવેચન કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવા પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટની સ્થાપના કરવા માટે અમે નયારા એનર્જીને અભિનંદન આપીએ છીએ. આ પ્રોજેક્ટ ગુજરાતને સામાજિક-આર્થિક ક્ષેત્રે યોગદાન આપવાની સાથે સાથે દેશમાં રોકાણના અગ્રણી સ્થળ તરીકે ગુજરાતની આર્થિક વિકાસ અને રોજગારી સર્જનની સ્થિતિને મજબૂત કરશે.

ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, ભારતમાં પેટ્રોકેમિકલ્સની વધતી જતી માંગને સહયોગ આપવા માટે નયારા એનર્જીનો પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટ સ્થાનિક ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે અને ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા તથા આત્મનિર્ભર ભારત વિઝનને ટેકો આપશે, જ્યારે આયાત પરની નિર્ભરતા ઘટાડશે.

nyara4

આ તકે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે આ માત્ર નયારાનો જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારને સ્પર્શતો કાર્યક્રમ છે.સરકાર દ્વારા વિદેશી નિવેશકોને ઉચિત વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.આ પ્રોજેકટ થકી અનેક લોકોને રોજગારી મળશે તેમજ સમગ્ર વિસ્તાર સમૃદ્ધિ અને વિકાસની દિશામાં આગળ વધશે.

આ તકે નયારા એનર્જીના એક્ઝિક્યુટિવ ચેરમેન ટોની ફાઉન્ટેને જણાવ્યું હતું કે, નયારા તરીકે અમારો ઉદ્દેશ્ય વિશ્વના સૌથી મોટા સંકલિત ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પરિસરો પૈકીના એક બનવાનો છે. આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ ભારતની વધતી જતી પેટ્રોકેમિકલ જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રગતિશીલ ગુજરાત રાજ્યની નીતિઓ અમારા વ્યવસાયને વિસ્તારિત કરવા માટે ખૂબ જ આકર્ષણનું સ્થાન બનાવે છે. કંપની એ સુનિશ્ચિત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે કે અમે જે સમુદાયોમાં કામ કરી રહ્યા છીએ તેમને પણ લાભદાયી થાય, વિકાસ થાય અને પ્રગતિ થાય.

નયારા એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલોઈસ વિરાગે ઉમેર્યું હતું કે, પોલીપ્રોપીલિનની માંગ વાર્ષિક 10% થી વધુ વધવાની ધારણા છે. પેટ્રોકેમિકલ્સમાં અમારા પ્રવેશ સાથે દેશમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ બંનેની વધતી માંગને પહોંચી વળવામાં નયારા એનર્જી મદદ કરશે. પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટ કંપનીની નાણાકીય કામગીરીને આગળ ધપાવવાનું ચાલુ રાખશે, જ્યારે પ્રદેશમાં આનુષંગિક ઉદ્યોગોના વિકાસ અને રોજગાર સર્જનની સુવિધા ઉભી કરશે. 500 હેન્ડવોશિંગ સ્ટેશનની સ્થાપના એ લોકોને સુવિધાઓ પૂરી પાડવા માટે અમારા નિરંતર કેન્દ્રનો એક ભાગ છે જે તેમની સુખાકારીને સહયોગ આપશે.

આ પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ , રાજીબેન મોરી, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા, ખીમજીભાઈ જોગલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular