Wednesday, October 7, 2026
Homeરાજ્યજામનગરજામનગરના નાઘેડી પાટીયા પાસે ગેરકાયદે દબાણ સામે તંત્રની મોટી કાર્યવાહી - VIDEO

જામનગરના નાઘેડી પાટીયા પાસે ગેરકાયદે દબાણ સામે તંત્રની મોટી કાર્યવાહી – VIDEO

ખાનગી કંપનીની જગ્યામાં ઉભી કરાયેલી હોટલ, શેડ અને કેબીન પર બુલડોઝર ફેરવાયું

જામનગરના નાઘેડી પાટીયા નજીક ખાનગી કંપનીની જગ્યામાં ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવેલા દબાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

- Advertisement -

નાઘેડી પાટીયા પાસે ખાનગી કંપનીની જગ્યામાં હોટલ, શેડ તેમજ કેબીન સહિતનું બાંધકામ કરી દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ દબાણ દૂર કરવા માટે સંબંધિત તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

પોલીસની મદદથી સ્થળ પર બંદોબસ્ત ગોઠવી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી કેબીન સહિતના બાંધકામ પર બુલડોઝર ફેરવી દબાણનો સફાયો કરવામાં આવ્યો હતો.

કાર્યવાહી દરમિયાન હોટલ અને શેડ સહિતના દબાણને દૂર કરવામાં આવતા સ્થળ ખુલ્લું કરવામાં આવ્યું હતું. ખાનગી કંપનીની જગ્યામાં થયેલા દબાણ સામે થયેલી આ કાર્યવાહીને પગલે આસપાસના વિસ્તારમાં પણ ચર્ચા જોવા મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular