Friday, December 27, 2024
Homeરાજ્યગુજરાતસુરત ડિસ્ટ્રિક્ટ કો. બેંકમાં ધોળા દિવસે લાખો રૂપિયાની લુંટ, ઘટના CCTVમાં કેદ

સુરત ડિસ્ટ્રિક્ટ કો. બેંકમાં ધોળા દિવસે લાખો રૂપિયાની લુંટ, ઘટના CCTVમાં કેદ

તમંચા વડે બેંક કર્મચારીઓને બંધક બનાવી લુંટારુઓ ફરાર

- Advertisement -

સુરત જીલ્લાના બારડોલી તાલુકામાં આવેલ બેંકમાંથી ધોળા દિવસે લાખોની રકમની લુંટની ઘટના સામે આવી છે. મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કો. બેંકમાં ઘુસી આવેલ 3 જેટલા લુંટારૂઓએ કર્મચારીઓને બંધક બનાવી 10.40 લાખની લુંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.

- Advertisement -

સુરત ડિસ્ટ્રિક્ટ કો.-બેંકમાં 3 લુંટારૂઓ ઘુસી ગયા હતા. અને બેંકના 5જેટલા કર્મચારીઓને બંધક બનાવી 10.40 લાખની લૂંટ ચલાવી હતી. લુંટારૂઓએ મેનેજરને એક-બે તમાચા મારી બાઈક લઇને ફરાર થઇ ગયા હતા. લૂંટ ચલાવીને નાસી ગયેલા અંદાજે 35 વર્ષની આસપાસની ઉંમરના લૂંટારૂઓ હિન્દી ભાષા બોલાતાં હોવાનું બેંકના સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular