રણપ્રદેશ કચ્છમાં નશીલા પદાર્થોનો કાળો કારોબાર દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ભુજ શહેરના રિલાયંસ સર્કલથી જિલ્લા ઉઘોગ કેન્દ્ર તરફ જતા માર્ગ પરની એક ચાયની કેબીન પર ગાંજો વેંચતા શખ્સને ઝડપી લેવાયો છે.
પૂર્વ બાતમીના આધારે પોલીસ કર્મચારી ડમી ગ્રાહક બની ગાંજો લેવા ગયા હતા, મૂળ સુરેન્દ્રનગરના શખ્સે પડીકી હાથમાં આપતા જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. ભુજ શહેર યુવા ભાજપના નેતા મહાદેવભારથી ગોસ્વામીએ અ અડધો કિલો ગાંજો ચાયની કેબીન ચલાવતા યુવાનને વેચવા માટે આપ્યો હોવાની કેફિયત આપતાં પોલીસ ચોંકી ઉઠી હતી.
હર્ષદ ઉર્ફે ચીનો જેન્તીલાલ રાઠોડ (રહે. મૂળ સુરેન્દ્રનગર હાલ રઘુવંશી નગર, ભુજ)વાળાએ ડમી ગ્રાહક તરીકે અવેલા પોલીસ કર્મચારીને પડીકી અપતા જ અન્ય પોલીસ કર્મચારીઓએ તેને ઝડપી લીધો હતો.
હર્ષદ રાઠોડ પાસેથી અડધો કિલો ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા પ હજાર તેમજ એક મોબાઇલ ફોન કિંમત 5000 અને રોકડા 500 મળી કુલ 10,500નો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતા આ જથ્થો મહાદેવભારથી જયેશભારથી (રહે. કેમ્પ વિસ્તાર,ભુજ)એ વેચાણ અર્થે આપ્યો હોવાની કેફિયત આપી હતી. પોલીસે બંને સામે એકબીજાને મદદગારી કરી વેચાણ અર્થે ગાંજાનો જથ્થો રાખવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો. હતો.
ઉલ્લેખનીય છે કે, બે મહિના પૂર્વે ભાજપની નવી કારોબારીની રચનામાં શહેર યુવા ભાજપના મંત્રી તરીકે નિયુક્ત થયેલા મહાદેવભારથી ગોસ્વામીએ આ જથ્થો આપ્યો હોવાની કેફિયત આપતા કચ્છના સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી ગઈ છે.
મહાદેવભારથીના પિતા ભાજપના કાર્યક2 જયેશ હસમુખભારથીએ પોતાના ઘરની બહાર ગટરમાં સંતાડેલો ત્રણ હજાર રૂપિયાનો શરાબ પોલીસે પકડયો હતો. જયેશભારથીના માતા હેમલતાબેન ભાજપના માજી નગરસેવિકા છે. તો ખુદ જયેશભારથી ભુજ શહેર ભાજપના પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. અગાઉ અનેક વખત દારૂના અલગ ગુનાઓમાં પકડાઇ ચુકયા છે તો ભુજ તાલુકાના એક ગામમાં જુગાર ચલાવતા તેમજ પોતાના ઘરમાં જુગાર રમાડતા અગાઉ પકડાઇ ચૂકયા છે.